¡Sorpréndeme!

જનરલ કમર જાવેદ બાજવાએ કહ્યું, કાશ્મીર મુદ્દે કોઈ સમજૂતી નહીં થાય

2019-12-24 2,668 Dailymotion

પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાએ કહ્યું કે, કાશ્મીર મુદ્દે કોઈ સમજૂતી નહીં થાય અમે અમારી માતૃભૂમિની રક્ષા કરવા માટે કોઈ પણ દુ:સાહસ અથવા આક્રમકતાને નિષ્ફળ કરવા માટે સક્ષમ અને સંપૂર્ણ રીતે તૈયાર છીએ બીજી બાજુ રશિયાએ કહ્યું છે કે, તેમને યુએનમાં આ મુદ્દે વાત કરવામાં કોઈ રસ નથી

બાજવા નિયંત્રણ રેખા અને પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરના પાટનગર મુજફ્ફરાબાદની સૈન્ય હોસ્પિટલ પહોંચ્યા હતા ત્યાં તેમણે સૈનિકોને સંબોધન કરતા કહ્યું હતું કે, કાશ્મીર મુદ્દે અમે શાંતિ ઈચ્છીએ છીએ, પરંતુ આ વાતને અમારી કમજોરી ના સમજતા