અમદાવાદ:આગામી 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલ યોજાવાનો છે હવે આ કાર્નિવલને શરૂ થવાના બે દિવસ બાકી રહ્યા છે ત્યારે કાર્નિવલને લઈને અમદાવાદ શહેર પોલીસ દ્વારા સુરક્ષાને લઈ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે કાર્નિવલમાં સુરક્ષા બંદોબસ્તનો એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે કાર્નિવલનું ડ્રોન કેમેરા, સીસીટીવીની મદદથી સર્વેલન્સ કરાશે ઉપરાંત મહિલાઓની છેડતી કરનારને પકડવા માટે એન્ટી રોમિયો સ્કવોડ પણ હાજર રહેશે