કેલિફોર્નિયા:અમેરિકાનો રહેવાસી નિક ઉહાસ સાયન્સને લગતા નતનવાં પ્રયોગો કરે છે અને તેનો વીડિયો શૂટ કરીને યુટ્યુબ પર મૂકે છે હાલમાં એલિફન્ટ ટૂથપેસ્ટનો તેનો વીડિયો ઘણો વાઇરલ થઈ રહ્યો છે આ વીડિયોમાં તેણે એક ઘરનાં ધાબા પર હાઇડ્રોજન પેરોક્સાઈડ, સાબુ અને ફૂડ ડાઈને મિક્સ કરીને ફીણનો જ્વાળામુખી બનાવ્યો છે યુટ્યુબ પર 19 ડિસેમ્બરે પોસ્ટ કરેલા વીડિયોને અત્યાર સુધી 34 લાખ લોકોએ જોયો છે