ઊંઝા: ઉમિયાનગરમાં લક્ષચંડી મહાયજ્ઞમાં લાખોની જનમેદની દર્શનાર્થે ઉમટી છે ત્યારે કોઈ અવ્યવસ્થા કે કોઈ દુર્ઘટના ના સર્જાય તે માટે અદ્યતન ટેક્નોલોજી સજ્જ 250 સીસીટીવી કેમેરા તથા કન્ટ્રોલ રૂમમાં 8 મોટા એલઇડીદ્વારા તમામ સ્થળો પર બાજ નજર રખાઈ રહી છે અને મોનિટરિંગ કરાય છે ટોળું ભેગું થાય કે અવ્યવસ્થા સર્જાય તો એક્શન લેવાય છે