¡Sorpréndeme!

દુષ્કર્મ બાદ પુત્રીને ખભે બેસાડીને દવાખાનામાં રઝળ્યા પિતા,ના મળ્યું સ્ટ્રેચર કે ના મળી વ્હિલ ચેર

2019-12-22 185 Dailymotion

ઉત્તર પ્રદેશનો આ વીડિયો એક બાપની લાચારી વ્યક્ત કરી રહ્યો છે એક લાચાર બાપ તેની માસૂમ પુત્રીને ખભા પર ઉંચકીને દવાખાને મેડિકલ ચેકઅપ માટે લઈ જઈ રહ્યો છે તેકોઈ સામાન્ય મેડિકલ ચેકઅપ માટે નહીં પણ પુત્રી પર થયેલા બળાત્કારનું મેડિકલ ચેકઅપ કરાવવા માટે આ રીતે લઈ જવા મજબૂર બન્યો હતો એટાનું લંગડાતું તંત્ર તેમને કોઈ
પણ પ્રકારની સહાય કરી નહોતું રહ્યું આખી ઘટનાની હકિકત એ હતી કે આ લાચાર પિતાની પુત્રી પર ગયા સપ્તાહે જ દુષ્કર્મ થયું હતું જેની મેડિકલ તપાસ કરવા માટે તેઓ તેનેજિલ્લા મહિલા હોસ્પિટલમાં લાવ્યા હતા જો કે, તેને સ્ટ્રેચર કે અન્ય કોઈ પણ પ્રકારની મદદ ના મળતાં તે આમથી તેમ આ રીતે દિકરીને ખભે બેસાડીને ફરતા રહ્યા હતા પોલીસેપણ રેપના કેસમાં આરોપીઓની ધરપકડ કરી હતી દુષ્કર્મની આ ઘટનાથી બચવાના પ્રયાસ કરવા જતાં જ પીડિતાના બંને પગે ફ્રેક્ચર પણ થયું હોવાનું સામે આવ્યું હતું આવીહાલતમાં પણ હોસ્પિટલ તરફથી કોઈ જ મદદ ના મળતાં લોકોમાં પણ રોષ ફેલાયો હતો