¡Sorpréndeme!

તાલાલાના સેમરવાવ ગામમાં દીપડો મકાનમાં ઘૂસ્યો, 2 બકરાનું મારણ કર્યું, 5 લોકોનો બચાવ

2019-12-22 434 Dailymotion

ગીર સોમનાથ: તાલાલાના સેમરવાવ ગામમાં આજે વહેલી સવારે દીપડો રહેણાંક મકાનમાં ઘૂસી ગયો હતો અને 2 બકરાનું મારણ કર્યો હતો તાલાલાના સેમરવાવ ગામમાં રહેતા સીદૂક નૂરમહમદ ગઢીયાના રહેણાંક મકાનમાં દીપડો ઘૂસી જતા દોડધામ મચી ગઇ હતી મકાનમાં રહેલા 2 મહિલા અને 3 બાળકોનો આબાદ બચાવ થયો હતો વન વિભાગની ટીમે દિલધડક રેસ્ક્યૂ કરીને દીપડાને પાંજરે પૂર્યો હતો ઘટનાને પગલે ગ્રામજનોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો જોકે દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો