¡Sorpréndeme!

છાપી જીપ ઉથલાવવાના પ્રયાસ બાદ 22 સામે નામજોગ અને 3 હજારના ટોળા સામે ફરિયાદ

2019-12-20 2,180 Dailymotion

છાપી, પાલનપુર: નાગરિક બિલના વિરોધમાં ગુરુવારે ભારત બંધના સમર્થનમાં વડગામ તાલુકાના છાપી હાઇવે ઉપર લઘુમતી સમાજના વેપારીઓએ સજ્જડ બંધ પાળી હાઇવે ઉપર હજારોના ટોળા એકઠા થઈ બિલનો સખ્ત વિરોધ કરી હંગામો મચાવ્યો હતો પોલીસે ચારની અટકાયત કરીને તેમને તાજ હોટલ આગળ પડેલી પોલીસ વાનમાં બેસાડતા તેને ઉથલાવવાનો પ્રયાસ કરવા સાથે વાન ઉપર પથ્થર મારી પાછળનો કાચ ફોડી નાખ્યો હતો ત્યારે પોલીસ જીપમાં બેઠલા એક પોલીસ કર્મીએ તોફાન મચાવનારાઓનો વીડિયો શૂટ કર્યો હતો આ ઘટનામાં જીપ અંદરના વીડિયો સામે આવ્યા છે પોલીસે આ મામલે 22ના નામજોગ અને 3 હજારના ટોળા સામે ગુનો નોંધ્યો છે