¡Sorpréndeme!

અમદાવાદના શાહઆલમમાં પોલીસ પર પથ્થરમારો, DCP-ACP સહિત 20 પોલીસ જવાન ઘાયલ, ટીયરગેસના શેલ છોડ્યા,

2019-12-19 16,475 Dailymotion

અમદાવાદઃ CAA(સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ)ના વિરોધમાં 3 મુફતી, 4 મૌલાના સહિત 15 મુસ્લિમ આગેવાનોના નામે આપવામાં આવેલા બંધની અમદાવાદમાં અસર જોવા મળી રહી છે સરદારબાગ પાસે પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતાં પોલીસે ટોળાને વિખેરવા લાઠીચાર્જ કર્યો હતો તેમજ મિરઝાપુરમાં ફૂટ પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ પર લોકોએ મોઢે રૂમાલ બાંધી પથ્થરમારો કર્યો હતો જેમાં બે લોકો ઘાયલ થયા હતા જેને પગલે પોલીસે મિરઝાપુરથી શાહપુર સુધી ફ્લેગ માર્ચ કરી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો જો કે સાંજે શાહઆલમમાં લોકોએ ઝોન-6 ડીસીપી, એસીપી આરબીરાણા, બે પીઆઈ, ચારથી વધુ પીએસઆઈ અને પાંચથી સાત કોન્સ્ટેબલ સહિતના પોલીસ કર્મીઓને પકડી પકડીને માર્યા હતા તેમજ પથ્થરમારો પણ કર્યો હતો તમામ પોલીસ કર્મીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેમજ પોલીસે ટીયરગેસના શેલ છોડ્યા હતા