સુઈગામ-વાવ: છેલ્લા 3 દિવસથી સુઇગામ તાલુકામાં તીડનું આક્રમણ વધ્યું છે તીડના ઝુંડે ખેડૂતોના ખેતીપાકોનો દાટ વાળી દેતાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે અવાજ સાંભળી તીડ ભાગતાં હોવાથી ખેડૂતે બંદુકના ભડાકા કર્યા હતા છેલ્લા 3 દિવસથી સુઇગામ તાલુકામાં તીડનું આક્રમણ વધ્યું છે બુધવારે ત્રણ ભાગમાં વહેંચાયેલા તીડના ટોળા સુઇગામ તાલુકાના અલગ-અલગ વિભાગોમાંથી ત્રાટક્યા હતા સુઇગામ, વાવ બાદ ભાભર તાલુકાના ચાતરા, ચલાદર, રૂની, મેશપુરા, અબાળા વગેરેના ગામમાં બુધવારે સાંજે તીડ જોવા મળ્યો હતો