¡Sorpréndeme!

ઑવરસ્પીડમાં બસ ચલાવતા ડ્રાઇવરને પબ્લિકે બસ પર ચડાવી ઉઠક-બેઠક કરાવી

2019-12-19 312 Dailymotion

આ વીડિયો જોઇને તમને એવુ થશે કે બસનો ડ્રાઇવર બસની ઉપર ઉઠક-બેઠક શા માટે કરતો હશે આ વીડિયો મધ્યપ્રદેશના ઈન્દોરનો છે જ્યાં પબ્લિક જ ડ્રાઇવરોને ઓવર સ્પીડ મામલે અને ટ્રાફિકના નિયમો સમજાવવા પાઠ ભણાવી રહી છે ઈંદોરના મહૂ પીથમપુર વિસ્તારમાં આવી પાંચ બસોને રોકવામાં આવી જે ઓવર સ્પીડમાં ચાલતી હતી અને તેમના ડ્રાઇવરોને લોકોએ સજા આપી ડ્રાઇવરોને બસની ઉપર ચડાવી સરેઆમ ઉઠકબેઠક કરાવી સાથે જ એવુ વચન પણ લેવડાવ્યુ કે હવેથી બસ ધીમે ચલાવશે જોકે આ કાર્યવાહીમાં ટ્રાફિક જામ પણ થઈ ગયો પરંતુ ડ્રાઇવરોને પાઠ ભણાવવા પબ્લિકે બનાવેલો આ નિયમ સોશિયલ મીડિયા પર લોકો વખાણી રહ્યા છે અને તેનો વીડિયો પણ જોરશોરથી વાઇરલ થઈ રહ્યો છે