¡Sorpréndeme!

609 વર્ષ જૂની મસ્જિદને 5 કિલોમીટર દૂર શિફ્ટ કરાઈ, ઐતિહાસિક નજારો જોવા મળ્યો

2019-12-18 3,580 Dailymotion

તુર્કીમાં એક ઐતિહાસિક નજારો જોવા મળ્યો હતો જ્યાં 609 વર્ષ જૂની મસ્જિદને ડેમના પાણીમાં ડૂબતી બચાવવા માટે તેને 5 કિલોમીટર દૂર શિફ્ટ કરવામાં આવી હતી

ઈર-રિઝ્ક મસ્જિદને તિગરિસ નદી કિનારે હસનકૈફ શહેરમાં લઇ જવામાં આવી છે આ મસ્જિદનું નિર્માણ ઈસ1409માં ઈબુ અલ મેફાહિરે કર્યું હતું

ઈર-રિઝ્ક મસ્જિદનું વજન આશરે 1700 ટન છે સ્થાનિક મીડિયા પ્રમાણે, મસ્જિદને સેલ્ફ પ્રોપેલ્ડ મોડ્યુલર ટ્રાન્સપોર્ટરની મદદથી શિફ્ટ કરવામાં આવી હતી સ્થાનિક અધિકારીઓ તુર્કીની ઐતિહાસિક ઈમારતોને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે મસ્જિદ ઉપરાંત 12થી વધારે જૂની ઈમારતોને પણ બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવી રહી છે