સુરતઃ છોટા રાજન ગેંગના ગેંગસ્ટર અનિલ કાઠી અને ધર્મેન્દ્ર પંજાબીના સાગરિતોએ વેસુના બિલ્ડર નેહલની ઓફિસમાં ઘૂસી 10 લાખની ખંડણી માંગવા તેમજ ધમકી આપવાના ગુનામાં નાસતા ફરતા હતા અઢી મહિના બાદ અચાનક અનિલ કાઠી અને ધર્મેન્દ્ર પંજાબીએ ઉમરા પોલીસ સ્ટેશનમાં હાજર થઇ સરેન્ડર કર્યું હતું વેસુના એન્જોય એપાર્ટમેન્ટમાં રહેતો નેહલ કાંતિલાલ નામના બિલ્ડર સિટીલાઇટ ખાતે આવેલા હિરા પન્ના શોપિંગ સેન્ટરમાં ઓફિસ છે અનિલ કાઠી અને ધર્મેન્દ્ર પંજાબી અને તેના સાગરિતો ખંડણી માટે ધમકી આપતા હતા 25મી સપ્ટેમ્બરના રોજ અનિલ કાઠી, ધર્મેન્દ્ર પંજાબી અને તેના સાગરિતોએ નેહલની હિરા પન્ના ઓફિસમાં ધસી આવી ટેમ્પરી કબજો કરી, નેહલ પાસે 10 લાખ રૂપિયા માંગ્યા, જો રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી નેહલે આ બાબતે ઉમરા પોલીસ મથકે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જોકે, પોલીસે ત્યાર બાદ અનિલ કાઠી અને ધર્મેન્દ્ર પંજાબીને શોધવાની તસ્દી લીધી ન હતી