¡Sorpréndeme!

ગાંધીનગરના અમિયાપુરમાં જાહેરમાં તલવારથી કેક કાપતો વીડિયો વાઇરલ

2019-12-17 242 Dailymotion

ગાંધીનગર: અમિયાપુરમાં જાહેરમાં તલવારથી કેક કાપી બર્થ ડેની ઉજવણી કરવી એક યુવકને ભારે પડી ગઈ છે યુવક સામે હથિયારબંધી જાહેરનામાના ભંગ બદલ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે અડાલજ પોલીસને વોટ્સએપ પર એક વીડિયો મળ્યો હતો જેમાં એક યુવક કારના બોનેટ પર પાંચ જેટલી કેક તલવારથી કાપે છે જેને પગલે પોલીસે તપાસ કરતાં તે અમીયાપુર ગામનો સાહીલ બુધાજી ઠાકોર હોવાનું સામે આવ્યું હતું જેને પગલે અડાલજ પોલીસે જાહેરમાં તલવાર રાખી કેક કાપવા બદલ યુવક સામે હથિયારબંધી જાહેરનામાના ભંગ બદલ ગુજરાત પોલીસ એક્ટની કલમ-135 મુજબ ગુનો નોંધ્યો હતો પોલીસે આ પ્રકારે ગુનો નોંધાતા ઘટના અમીયાપુર સહિત સમગ્ર અડાલજ પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી