સુરતઃદાંડી રોડ પર આવેલા રેલવે ફાટક નજીક ડમ્પર અને ટ્રક વચ્ચે એક્સિડન્ટ સર્જાયો હતો જેમાં ટ્રકે અડફેટે લેતા મોપેડ સવાર બે પિતરાઈ ભાઈના મોત નીપજ્યા હતા અકસ્માતના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતાએક્સિડન્ટમાં ટ્રક નીચે કચડાઈ જવાથી એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે એકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડતા મૃત જાહેર કર્યો હતો દુર્ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને વધુ તપાસ આદરી હતી