રાજકોટ: નવલનગર-19 સિલ્વર પાર્ક બ્લોક નં 34માં રહેતાં અને ગોંડલ રોડ પર કાર રિપેરીંગનું ગેરેજ ધરાવતાં મયુરધ્વજસિંહ ભરતસિંહ બારડ પર ગુરૂવારે રાત્રે ઘર નજીક પાનની દુકાને ઉભા હતા ત્યારે કોંગ્રેસના કોર્પોરેટર વિજય વાંકના ભત્રીજા સાગરે તલવાર લઇ દોટ મુકી તલવારના ઉંધા ઘા ફટકારી ઇજા કરતાં અને મારી નાંખવાની ધમકી આપતાં મામલો પોલીસ સુધી પહોંચતા ગુનો દાખલ થયો છે કોર્પોરેટરે અગાઉ કાર રિપેર કરાવી હોય તેના અગિયાર હજાર રૂપિયાની લેતીદેતી મામલે ડખ્ખો ચાલતો હોય તેનો ખાર રાખી આ હુમલો કરાયો હોવાનું અને ત્રણેક મહિના પહેલા પણ આ બાબતે ડખ્ખો થયો હતોઘટના બાદ મયુરધ્વજસિંહ માલવીયાનગર પોલીસ મથકે પહોંચતા પોલીસે તેની ફરિયાદ પરથી સાગર સામે આઇપીસી 323, 504, 506 (2), જીપી એક્ટ 135 (2) મુજબ ગુનો નોંધ્યો છે