¡Sorpréndeme!

ધર્મજમાં કોટક મહિન્દ્રા બેંકના નામે 23 લાખની છેતરપિંડી, લોકો બેંક કરતા વધુ વ્યાજની લાલચમાં ફસાયા

2019-12-15 6,966 Dailymotion

ચેતન પુરોહિત,ધર્મજઃગુજરાતનું જ નહીં સમગ્ર દેશનું સૌથી સંપત્તિવાન ગામ એવા ધર્મજમાં ઉંઝાના દંપતી દ્વારા કોટક મહિન્દ્રા બેંકના નામે અંદાજે રૂ 23 લાખની છેતરપિંડી આચરી હોવાનો કિસ્સો બહાર આવ્યો છે કનક શાહ નામના વ્યક્તિએ ઓક્ટોબર 2019માં મકાન અને દુકાન ભાડે રાખીને કોટક મહિન્દ્ર બેંકના નામે બોગસ બ્રાંચ ખોલી આ છેતરપિંડી આચરી છે આ અંગે આણંદના DSP મકરંદ ચૌહાણે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ અંગે હજુ કોઈ ફરિયાદ મળી નથી જો કોઈ ફરિયાદ મળશે તો કાર્યવાહી કરીશું આ અંગે DivyaBhaskar કરેલા ગ્રાઉન્ડ રિપોર્ટમાં મોડસઓપરેન્ડી અંગે અનેક વિગતો બહાર આવી છે