¡Sorpréndeme!

ઝઘડાનું સમાધાન કરવા પંચાયતમાં ગયેલા લોકોએ મહિલાને ફટકારી, વાત વણસતાં જ તૂટી પડ્યા

2019-12-15 123 Dailymotion

બિહારના કટિહાર જિલ્લામાં આવેલા ગામની પંચાયતમાં અંગત મામલાનું સમાધાન કરવા ભેગા થયેલા લોકો અંદરોઅંદર ઝઘડી પડ્યા હતા કેટલાક લોકોએ ભેગા મળીને મહિલાને ગંભીર રીતે માર માર્યો હતો વાત વણસતાં જ લોકોએ તે મહિલાને દોરડાથી બાંધીને બંધક બનાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો ઝઘડો એટલો ઉગ્ર બની ગયો હતો કે મહિલાને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી આખી ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો વીડિયોમાં પણ જોઈ શકાય છે કે ત્યાં હાજર લોકોએ આ મામલાને શાંત પાડવાના બદલે તેનું રેકોર્ડિંગ કર્યું હતું કટિહારના કોઢા પંચાયતની આ ઘટના હોવાનું પણ સામે આવ્યું હતું જેના અનુસંધાને પોલીસે પણ જણાવ્યું હતું કે આ મારામારી મુદ્દે હજુ સુધી તો કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી