¡Sorpréndeme!

સુરતમાં દારૂના નશામાં ડ્રાઈવરે સ્કૂલ બસ ચલાવી, કારને અડફેટે લેવાનો પ્રયાસ કર્યો

2019-12-14 3,635 Dailymotion

સુરતઃકેનાલ રોડ પર આવેલી યુનિક હોસ્પિટલ નજીક સ્કૂલ બસનો ડ્રાઇવર દારૂના નશામાં બસ ચલાવતો હોવાનું બહાર આવતા હોબાળો મચી ગયો હતો બાદમાં બસના ડ્રાઈવરને ખટોદરા પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો હાલ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે પ્રદીપ નાનાભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે, લગભગ પોણાબાર વાગ્યા આસપાસ તેઓ કાર લઈને જઈ રહ્યા હતા આ દરમિયાન કેનાલ રોડ પર સોસિયો સર્કલ પહેલા નહેર પર આવેલી સિવિલ ચાર રસ્તા પરની યુનિક હોસ્પિટલ અગાઉ કારને અડફેટે લેવા સ્કૂલ બસે(જીજે 05 બીઝેડ 4411) પ્રયાસ કર્યો હતો જેથી બસને ઉભી રખાવીને ડ્રાઈવરને બસમાંથી નીતે ઉતારી વાત કરી રહ્યાં હતાં ડ્રાઈવરના મોંઢામાંથી દારૂની દુર્ગંધ આવતાં અન્ય લોકો પણ એકઠા થઈ ગયાં હતાં હોબાળો મચી જતાં 100નંબર પર ફોન કરીને સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી જેથી પીસીઆર વાન ઘટના સ્થળે આવી ગઈ હતી બાદમાં બસને ખટોદાર પોલીસ સ્ટેશન લઈ જવાઈ હતી