¡Sorpréndeme!

સુરતમાં બાઈક સવારને કાર ચાલકે અડફેટે લીધો, ઘટના સીસીટીવીમાં કેદ

2019-12-13 2,564 Dailymotion

સુરતઃ સરથાણા સ્વાગત BRTS રોડ નજીક બાઇક સવાર લેબર કોન્ટ્રાક્ટરને અડફેટે લઈ ભાગી ગયેલી કાર CCTV કેમેરામાં કેદ થઈ જતા પોલીસે તપાસ હાથ ધરી છે ગત બુધવારની સાંજે થયેલી આ ઘટના બાદ ઇજાગ્રસ્ત કનુભાઈ કથીરિયાને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવાતા તેમને ગંભીર ઇજાઓ થઈ હોવાનું બહાર આવ્યું હતું જોકે, ઘટનાના 48 કલાક બાદ પણ સરથાણા પોલીસના હાથે હિટ એન્ડ રન કેસનો કાર ચાલક હાથ ન લાગતા કથીરિયા પરિવારે પોલીસ કામગીરી સામે પ્રશ્નો ઉભા કર્યા છે