¡Sorpréndeme!

કમોસમી વરસાદ બાદ ગુજરાતમાં ધુમ્મસનું સામ્રાજ્ય

2019-12-13 1,162 Dailymotion

મહેસાણા: ગુરુવારે રાજ્યનાં કચ્છ અને ઉત્તર ગુજરાત કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો ત્યારે ઉત્તર ગુજરાતમાં આજે પણ વરસાદની સંભાવના છે વરસાદ બાદ ઠંડીનો પારો ગગડ્યો હતો અને વહેલી સવારથી ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં ધુમ્મસની ચાદરથી છવાઈ ગઈ હતી અમદાવાદમાં પણ ધુમ્મસ છવાયું હતું ગીર સોમનાથ વડુમાં સવારે ઝાપટું ખાબક્યું હતું ધુમ્મસના પગલે ડીસા અને હિંમતનગર પાસેથી પસાર થતાં નેશનલ હાઈવે તેમજ ઉત્તર ગુજરાતના અન્ય સ્ટેટ હાઈવે પર વાહન ચલાવવા મુશ્કેલીઓ પડી હતી અને વાહનોની લાઈટ ચાલુ રાખવા ફરજ પડી હતી શિયાળામાં વરસાદને પગલે ઠંડીનો પારો ગગડ્યો છે અરબી સમુદ્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાનમાં અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે જેને પગલે આજે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે