ઘણીવાર ફિલ્મોમાં જે પ્રકારે પોલીસ પોતાનો જીવ જોખમમાં મૂકીનેબહાદુરીપૂર્વકઆરોપીઓને દબોચે છે તે જોઈને આપણે પોલીસખાતા પર ગર્વ મહેસૂસ કરીએ છીએ જો, આવું રિઅલ લાઈફમાં પણ થાય તો? આવું જ કંઈક કરીને મુંબઈ પોલીસના જવાને ફિલ્મી સ્ટાઈલમાં આરોપીને પકડ્યો હતોમુંબઈ પોલીસના એક બહાદુર જવાને કુખ્યાત આરોપીને ભરચક ટ્રાફિકમાં ફિલ્મી સ્ટાઈલમાં જે રીતે દોટ મૂકીને દબોચ્યો હતો તે આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી મળતી માહિતી મુજબ જ્યારે બોરીવલી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે આ દોડપકડની ઘટના બની હતી પોલીસે રિક્ષામાં બેસીને ભાગી જાય તે પહેલાં જ આરોપીઓ પર ત્રાટકીને ત્યાં જ તેમને દબોચ્યા હતા મુંબઈની કુખ્યાત ટકટક ગેંગના આ બંને સાગરિતોમાંથી એક જણ રિક્ષામાંથી બહાર કૂદીને ભાગ્યો હતો હાથમાં આવેલો આરોપી ભાગી જાય તે પહેલાં તો તેની પાછળ તરત જ આ પોલીસકર્મીએ દોટ મૂકી હતી ભરચક ટ્રાફિકમાં પણ આ પોલીસમેને તેને દબોચી લીધો હતો અનેક યૂઝર્સે પણ મુંબઈ પોલીસના આવા હિંમતભર્યા પગલાના વખાણ કર્યા હતા