વડોદરાઃ સેન્ટ્રલ જેલમાંથી વધુ એક વખત કેમેરાવાળા મોબાઇલ ફોન, ચાર્જર અને બેટરી મળી આવતા જેલ સત્તાવાળાઓ ઉપર સવાલો ઉઠ્યા છે રાવપુરા પોલીસ દ્વારા રાબેતા મુજબ સેન્ટ્રલ જેલમાં કરવામાં આવેલી તપાસમાં ગોધરા સાબરતમી ટ્રેન કાંડના આરોપીના બેરેકમાંથી કેમેરાવાળા 5 મોબાઇલ ફોન, બે ચાર્જર અને એક બેટરી મળી આવી છે આ ફોનમાંથી 15થી 20 જેટલા સીમકાર્ડમાંથી વાતચીત થઈ હોવાનો પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે