¡Sorpréndeme!

ઘરે એક કુરિયર આવ્યું, પરિવારે તપાસ કરતા 10 માસથી ગુમ દીકરાની ભાળ મળી

2019-12-10 2,412 Dailymotion

અમદાવાદ:છેલ્લા 10 મહિનાથી ગુમ એક વિદ્યાર્થીનો પત્તો એક અજાણ્યા કુરિયરના આધારે થયો છે આ મામલે ગુમ વિદ્યાર્થીના માતાપિતાએ રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવી હતી જોકે, 10 મહિના થવા છતાં તેની કોઈ ભાળ મળતી ન હતી ત્યારે એક કુરિયરના આવતા પરિવારને 10 માસથી ગુમ દીકરાની ભાળ મળી હતીમહેસાણાથી વસ્ત્રાલના ગિરીવર રેસિડેન્સીમાં રહેતા નરેન્દ્ર પંચાલના ઘરે એક કુરિયર આવ્યું હતું તેમાં ઝાલાવડના ગાયત્રી શક્તિપીઠનું સાહિત્ય અને તેને મળેલા મેડલ હતા ઉપરાંત તેમાં પુસ્તકો અને બેગ પણ હતા રહસ્યમય પાર્સલને પગલે પરિવાર પણ આશ્ચર્યમાં હતો કે આખરે પાર્સલ કોણે અને શા માટે મોકલ્યું છે