¡Sorpréndeme!

શૂઝ ખરીદવાના પણ પૈસા નહોતા, સ્પર્ધકે ખુલ્લા પગે દોડીને 11 કિમીની મેરેથોનમાં સિલ્વર મેડલ જીત્યો

2019-12-10 53 Dailymotion

સોશિયલ મીડિયામાં મુંબઈમાં યોજાયેલી 11 કિમી મેરેથોનનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે આ સ્પર્ધામાં એક દોડવીરે જે સંજોગોમાં ભાગ લઈને પણ મેડલ જીત્યો હતો તે જાણીને અનેક યૂઝર્સે તેના વખાણ કર્યા હતાઅજીત માળી નામનો સ્પર્ધક એટલી પણ આવક ધરાવતો નથી કે તે ખાસ પ્રકારના સ્પોર્ટ્ઝ શૂઝ પહેરીને તેમાં ભાગ લે જો કે, આ મેરેથોનમાં ભાગ લઈને તેમાં જીતવું તેવું સ્વપ્ન સાકાર કરવા માટે તેણે ભાગ લીધો હતો અનેક પરિસ્થિતીઓ વચ્ચે પણ તે તેના અંતિમ પડાવ સુધી પહોંચ્યો હતો જ્યાં તેને સિલ્વર એવોર્ડ આપવામાં આવ્યો હતો અજીતે પોતાની ખુશી વ્ચક્ત કરવાની સાથે એ અફસોસ પણ વ્યક્ત કર્યો હતો કે જો તેની પાસે સારા શૂઝ હોત તો કદાચ તે ગોલ્ડ પણ જીતી શકતો હતો તમને જણાવી દઈએ કે આ વસઈ વિરાર મેરેથોનમાં આ રીતે ઉઘાડપગે દોડવાથી તેના પગમાં પણ છાલા પડવા છતાં પણ તે દોડતો રહ્યો હતો