દિસપુરઃઓલ આસામ સ્ટુડેન્ટ યુનિયન(આસુ)એ સોમવારે લોકસભામાંથી નાગરિકતા સંશોધન બિલ પાસ થવાના વિરોધમાં આજે મંગળવારે 11 કલાકના બંધની જાહેરાત કરી છે વિદ્યાર્થી સંગઠનના વિરોધ સમર્થનમાં બજાર બંધ રહ્યા, જ્યારે દિબ્રૂગઢ અને જોરહાટમાં પ્રદર્શન દરમિયાન પણ આગ ચાંપી થઈ હતી આસુની અપીલ પર સવારે 5 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી બજાર બંધ રાખવાની વાત કરવામાં આવી છે
આ પહેલા લોકસભામાં સોમવારે રાતે 1204 વાગ્યે મતદાન થયું હતું મતદાનમાં બિલના પક્ષમાં 311 અને વિપક્ષમાં 80 મત પડ્યા હતા બિલ પર લગભગ 14 કલાક સુધી ચર્ચા ચાલી હતી
વિસ્તારમાં શરૂ થયેલા વિરોધના કારણે આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરામાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરાઈ છે જોકે, નોર્થ ઈસ્ટ રાજ્યોમાં રહેનારા લોકોને પોતાની ઓળખાણ ગુમાવવાનો ભય સતત રહે છેવિસ્તારના ઘણા સંગઠનોએ પોત પોતાના સ્તરે બિલનો વિરોધ શરૂ કરી દીધો હતો જો કે, નાગાલેન્ડમાં ચાલી રહેલા હોર્નબિલ ફેસ્ટિવલના કારણે તે આ વિરોધમાં સામેલ થઈ શક્યું નથી