¡Sorpréndeme!

ભારત- ચીન સેનાનો સંયુક્ત સૈન્ય અભ્યાસ, સાથે મળીને આતંકવાદનો મુકાબલો કરવા માટે તૈયાર

2019-12-09 268 Dailymotion

ભારત અને ચીન વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ શનિવારે શરૂ થયો છે ભારતીય સેનાએ રવિવારે કહ્યું કે, બન્ને દેશ આતંકવાદના જોખમને જોઈ રહ્યા છે તેની સામે પહોંચી વળવા માટે ખભેથી ખભો મળાવીને બન્ને દેશો ઊભા છે મેઘાલયના ઉમરોઈમાં ચાલી રહેલા સૈન્ય અભ્યાસના કારણે દુનિયાને એક મજબૂત સંદેશો મળશે

અભ્યાસનો ઉદ્દેશ આતંકવાદ નાબૂદ કરવાના અભિયાન અંગે પોતાને તૈયાર કરવાનો અને એકબીજાના અનુભવોને વધારવાનો છે સેનાએ કહ્યું કે, આતંકવાદ નાબૂદ કરવાના અભિયાનો સિવાય,માનવીય સહાયતા અને આપત્તિ રાહત અભિયાનો પર પણ ચર્ચા કરાશે