છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં આવેલા નક્સલ પ્રભાવિત વિસ્તારમાં આઈટીબીપીના જવાનોએ મહિલાને સારવાર માટે દાખલ કરવામાં મદદ કરી હતી જવાનોએ આમહિલા દર્દીને તત્કાળ સારવાર મળે તે માટે જે વ્યવસ્થા કરી હતી તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો મળતી વિગતો પ્રમાણે આ ઘટના ત્રણ દિવસ જૂનીછે જેનો વીડિયો રવિવારે સામે આવતાં જ વાઈરલ થવા લાગ્યો હતો એમ્બ્યૂલન્સ પણ આ મહિલાને લેવા માટે તેના ગામ સુધી પહોંચી શકે તેમ નહોતી જેની માહિતી સોનપુરકેમ્પના જવાનોને મળતાં જ તેમણે વાંસમાંથી સ્ટ્રેચર બનાવીને તેને તેમાં સૂવડાવી દીધી હતી બિમાર મહિલાને પણ આ રીતે લઈને જવાનો અંદાજે 2 કિમી સુધી ચાલ્યા હતાઆગળ આવેલા આશ્રમ પાસે જઈને તેમણે મહિલાને જીપમાં બેસાડીને વધુ સારવાર માટે દવાખાને મોકલી હતી