નાણાં પ્રધાન નિર્મલા સીતારમને આજે જણાવ્યું હતું કે અર્થતંત્રમાં વધુ સુધારા લાવવા માટે કામ ચાલી રહ્યું છે આવક વેરામાં ઘટાડો કરવાના વિચારનો પણ સમાવેશ થાય છે સીતારમનને પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે ચોક્કસ જવાબ માટે તેઓ બજેટ સુધી પ્રતિક્ષા કરે અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર ફેબ્રુઆરીમાં બજેટ રજૂ કરશે