¡Sorpréndeme!

અમિત શાહ કહ્યું- ગાંધી પરિવારની સુરક્ષા બદલવામાં આવી છે, હટાવવામાં નહીં

2019-12-03 1,432 Dailymotion

ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે રાજ્યસભામાં સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપ (એસપીજી) બિલ વિશે નિવેદન આપ્યું હતું શાહે કહ્યું હતું કે, આ બિલમાં અમે પાંચમું સંશોધન કર્યું છે અને તે ગાંધી પરિવારને ધ્યાનમાં રાખીને નથી કરવામાં આવ્યું હા, આ પહેલાં 4 સુધારા કરવામાં આવ્યા હતાતે ખરેખર એક પરિવારને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા હતા વિવાદો અને હોબાળા પછી અંતે આજે લોકસભા અને રાજ્યસભામાં એસપીજી બિલ પાસ કરી દેવામાં આવ્યું છે

કેન્દ્ર સરકારે ગયા મહિને ગાંધી પરિવારની એસપીજી સુરક્ષા પરત લેવાનો નિર્ણય કર્યો હતો હવે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાની સુરક્ષા વ્યવસ્થા સીઆરપીએફને સોંપી દેવામાં આવી છે