¡Sorpréndeme!

8 વર્ષની બાળકીના દુષ્કર્મના આરોપી પાસે સ્થળ પર લઇ જઇ રિકન્સ્ટ્રક્શન કરાવાયું

2019-12-03 16,908 Dailymotion

રાજકોટઃ આઠ વર્ષની બાળકીને તે બગીચામાં પરિવારજનો સાથે સુતી હતી ત્યાંથી ઉઠાવી જઇ નજીકના નાળા નીચે લઇ જઇ દુષ્કર્મ આચરી લોહીલુહાણ કરી નાંખનારા ભારતનગરના હરદેવ મશરૂ માંગરોલીયાને બે દિવસના પોલીસ રિમાન્ડ મળ્યા હોય પોલીસ સજ્જડ પુરાવા એકઠા કરી રહી છે ઓળખ પરેડની કાર્યવાહીમાં પણ ભોગ બનેલી બાળાએ તેને ઓળખી બતાવ્યો હતો એ પછી બપોર બાદ હવસખોર હરદેવને પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ઘટના સ્થળે લઇ જઇ રિક્ન્સ્ટ્રક્શનની કાર્યવાહી કરી હતી પોલીસની જીપમાંથી તે બિન્દાસ્ત ઉતર્યો હતો, ચહેરા પર જરા પણ અફસોસના ભાવ દેખાતા નહોતાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓની સાથે ચાલતો ચાલતો તે બધાને એ જગ્યાએ લઇ ગયો હતો જ્યાં તેણે બાળા પર હેવાનીયત આચરી હતી નીચે બેસીને તેણે જગ્યા બતાવી હતી પોલીસની આ કાર્યવાહી નિહાળવા લોકોના ટોળેટોળા અમુલ સર્કલ પાસે ઉમટી પડ્યા હતાં લોકોએ કાર્યવાહી વખતે પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા હતાં