¡Sorpréndeme!

ચોર્યાસીના કવાસ ગામે તલવારથી બર્થ ડે કેક કાપી, બિયરના ફૂવારા ઉડાડ્યા, વીડિયો વાઈરલ

2019-12-03 5,460 Dailymotion

સુરતઃચોર્યાસી તાલુકાના કવાસ ગામે જન્મદિવસની પાર્ટીમાં પોલીસના જાહેરનામાનો ભંગ થતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છેકથિત રીતે સુનિલના નામના વ્યક્તિના જન્મદિવસની ઉજવણીના પ્રસંગે જાહેરમાં રાત્રિના સમયે બન્ને હાથમાં તલવાર સાથે કેક કાપવામાં આવી હતી સાથે જ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે કોઈ વ્યક્તિ બિયર ઉડાવતો જોવા મળી રહ્યો છે અગાઉ શહેરમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આ રીતે વીડિયો વાયરલ થયા બાદ પોલીસ દ્વારા કેસ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે ઈચ્છાપોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા બનાવ અંગે પણ ફરિયાદ નોંધાય તેવી શક્યતા સેવવામાં આવી રહી છે