¡Sorpréndeme!

પીઠ પર છોડ લઈને અને ઓક્સિજન માસ્ક લગાવીને પર્યાવરણના જતન માટે પ્રેરણા આપે છે

2019-12-02 360 Dailymotion

રાજધાની દિલ્હી અને NCRમાં પ્રદૂષણની સમસ્યા વધતી જ જાય છે આ સમસ્યાથી બચવા માટે 20 વર્ષીય પંકજ પોતાની પીઠ પર છોડ અને ઓક્સિજન માસ્ક લઈને લોકોને પર્યાવરણનું રક્ષણ કરવા માટે સલાહ આપી રહ્યો છે પંકજ લોકોને છોડથી મળતા ઓક્સિજન વિશે માહિતી આપે છે

પંકજ તેની પીઠ પર આર્ટિફિશિયલ છોડનો જાર (કાચની બરણી) લઈને ફરે છે આ જારથી એક ટયૂબ માસ્ક સાથે જોડવામાં આવી છે, જે ઓક્સિજન સપ્લાયને પ્રતિત કરે છે પંકજ લોકોને પર્યાવરણનું જતન શા માટે જરૂરી છે તેની માહિતી આપીને જાગૃતતા ફેલાવી રહ્યો છે