વડોદરા: વડોદરા શહેરના નવલખી મેદાનમાં સામૂહિક દુષ્કર્મની બનેલી ઘટનામાં આરોપીઓની માહિતી આપનારને રૂપિયા 1 લાખના ઇનામની જાહેરાત પોલીસ કમિશનરે કરી છે આ ઉપરાંત રાત્રે 9 વાગ્યા બાદ દાંડિયા બજાર બ્રિજ ઉપર બેસવા આવતા લોકો ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે
પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, બે દિવસ પૂર્વે નવલખી મેદાનમાં બનેલી ઘટના ગંભીર છે પોલીસ તંત્ર દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે વિવિધ 8 ટીમો બનાવવામાં આવી છે અને આરોપીઓની માહિતી આપનારને રૂપિયા 1 લાખનું ઇનામ આપવામાં આવશે