ઈટલિના સાંસદ ફ્લેવિયો ડી મુરોએ ગુરુવારે સંસદ સત્ર દરમિયાન ચાલી રહેલ ચર્ચા વચ્ચે પબ્લિક ગૅલરીમાં બેઠેલી તેની ગર્લફ્રેન્ડ એલિસા ડી લિઓને પ્રપોઝ કરી હતી તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે સાંસદ ફ્લેવિયોએ સંસદમાં પ્રોપઝ કરવાને લઈને તેમને જણાવ્યું હતું કે, સંપૂર્ણ રાજકીય કારકીર્દિ દરમિયાન તેમની ગર્લફ્રેન્ડ હંમેશા સાથે હતી તે વ્યક્તિગત અને રાજકીય જીવનમાં સૌથી નજીકની વ્યક્તિ છે જો કે, સ્પીકરે ચર્ચા દરમિયાન આવું ન કરવા જણાવ્યું હતું તો બીજી તરફ ગર્લફ્રેન્ડે સાંસદનું પ્રપોઝલ સ્વીકારી લીધું હતું