રાજકોટઃરાજકોટના કાલાવડ રોડ ઉપર ઘંટેશ્વરના સૌરવ તિવારી નામના યુવાનને ગાંધીગ્રામમાં રહેતા ચિરાગ સોલંકી અને અનિલ સોલંકી સહિત ચાર શખ્સોએ માર માર્યો હતો જેમાં એક યુવાને હેલ્મેટ વડે સૌરવને બેફામ ફટકાર્યો હતો જેથી સૌરવને તુરંત જ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને આ મામલે તપાસ હાથ ધરી હતી સૌરવ તિવારીએ જણાવ્યું હતું કે, કરણ પરમારને આપવાના પૈસાનો હવાલો લઇ શખ્સો તૂટી પડ્યા હતા