અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગુરુવારે અચાનક અફઘાનિસ્તાન પહોંચ્યા હતા થેક્સગિવિંગ ડેના અવસરે ટ્રમ્પ અફઘાનિસ્તાનમાં તાલિબાન સામે લડી રહેલા અમેરિકન સૈનિકોનો આભાર માનવા માટે ગયા હતા તેઓ અહીંયા અંદાજે દોઢ કલાક રોકાયા હતા આ તેમનો પહેલો અફઘાનિસ્તાન પ્રવાસ છે ટ્રમ્પ પ્રશાસન તરફથી આ પ્રવાસની કોઈ ઓફિશીયલ જાહેરાત કરવામાં આવી નથી સુરક્ષાને ધ્યાનમાં રાખતા અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીને પણ ટ્રમ્પના આવવાના સમાચાર તેમના લેન્ડિગના થોડા સમય પહેલા જ મળ્યા હતા