¡Sorpréndeme!

જાહેરમાં રાત્રે તલવારથી કારના બોનેટ પર રાખેલી આઠ કેક કાપતો યુવાનનો વીડિયો વાઈરલ

2019-11-29 4,852 Dailymotion

સુરતઃ જાહેરમાં રાત્રે તલવારથી કેક કાપી યુવાનો દ્વારા બર્થ ડેની ઉજવણી કરવામાં આવી હોવાનો વીડિયો વાઈરલ થયો છે વાઈરલ થેયલા વીડિયોમાં યુવાન દ્વારા કારના બોનેટ પર રાખવામાં આવેલી આઠ કેક તલવાર વડે કાપવામાં આવી હોવાનું નજરે પડે છે

સુરતમાં સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થયો છે તેમાં યુવાનો જાહેર રસ્તા ઉપર બર્થ ડે સેલિબ્રેશન કરી રહ્યા છે કારના બોનેટ પર લગભગ આઠ કેક મૂકવામાં આવી છે યુવાન તલવાર વડે આ કેક કાપી રહ્યો છે વીડિયો પરથી આ કેક સુરતના અમરોલી વિસ્તારમાં કાપવામાં આવી હોવાની શક્યતાઓ સેવવામાં આવી રહી છે સુરત પોલીસ કમિશનર દ્વારા જાહેરમાં કેક કાપવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમ છતાં વારંવાર આવી ઘટના સામે આવી રહી છે