સુરતઃડુંગળીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓના બજેટને અસર થઈ છે 100 રૂપિયાની આસપાસ ડુંગળીના ભાવ પહોંચતાં હવે તસ્કરોની નજર ગરીબોની કસ્તૂરી ચડી છે શહેરના પાલનપુર પાટીયા વિસ્તામરાં આવેલી માર્કેટમાંથી 250 કિલો ડુંગળીની ચોરી થવાનો બનાવ સામે આવ્યો છે જેથી ડુંગળીના વેપારી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે