જામનગર: કાલાવડ તાલુકામાં કમોસમી વરસાદથી કપાસ અને મગફળીનો પાક નિષ્ફળ જતા ખેડૂતો રોષે ભરાયા છે કાલાવડના નવાણીયા, ખાખરીયા, જસાપર અને મોટા વડાળા ગામના ખેડૂતોએ કમોસમી વરસાદથી નિષ્ફળ ગયેલા કપાસના પાકને ઉપાડી દીવાસળી ચાંપી સળગાવી રોષ વ્યક્ત કર્યો છે કાલાવડ પંથકમાં તૈયાર પાક પર પાંચ વખત કમોસમી વરસાદ થયો હતો 29, 30 ઓક્ટોબર અને 6, 13 અને 14 નવેમ્બરના રોજ કમોસમી વરસાદ પડ્યો હતો આથી મોટાભાગના ખેડૂતોનો ચોમાસું પાક નિષ્ફળ ગયો છે એક વીઘા કપાસના વાવેતરમાં 12થી 14 હજારનો ખર્ચ થાય છે તેમજ કેટલાક ખેડૂતોએ પોતાના ઉભા પાકમાં ઘેટા-બકરા ચરાવવા મુકી દીધા છે