કચ્છનું સફેદ રણ ચાંદીની જેમ ચમકતો આ પ્રદેશ તેના વિસ્મયકારી પરીદૃશ્ય માટે દેશદુનિયામાં મશહૂર છે 7,500 સ્ક્વેર કિલોમીટરમાં પથરાયેલા આ રેગીસ્તાને હવે પોતાની આગવી ઓળખ બનાવી લીધી છેઆ ઓળખ એટલે બીજું કંઈ નહીં પણ અહીં ઉજવાતો વાર્ષિક રણ ઉત્સવ ભૂજથી 80 કિમી દૂર ધોરડો ગામ પહોંચતાં જ સહેલાણીઓને એક અલગ જ દુનિયાનો અહેસાસ થાય છે ભાતિગળ સંસ્કૃતિ અને વૈવિધ્યસભર પ્રકૃતિના અહીં આછેરા દર્શન થાય છે ટેન્ટ સિટીમાં પરંપરાગત સ્વાગતથી પર્યટકોને અનેરો અને ભાવભીનો આવકાર મળે છેઅંદરની દુનિયાનો વૈભવ પણ એવો કે, પ્રવાસીઓને પહેલાં ક્યાં જવું, શું જોવું અને શું કરવું એવા વિચારોના ગોથે ચઢાવી દે છેસૂર્યોદય અને સૂર્યાસ્તની વેળા એ રણ ઉત્સવનું મુખ્ય આકર્ષણ છે એમાંય પૂનમની રાતે સોળે કળાએ ખીલેલા ચંદ્રમાની ચાંદની પ્રવાસીઓ માટે જિંદગીભરનું સંભારણું બની જાય છે કુદરતે બે હાથે વેરેલા અપ્રતિમ સૌંદર્યને અહીં ખૂબ જ નજીકથી અને બારીકાઈથી માણી શકાય છે
સાથે જ ઊંટ પર સવાર થઈ દૂરદૂર સુધી મરૂભૂમિની લટાર મારી શકો છોટેન્ટ સિટીમાં પણ આવી જ મજા માણવાના અનેક વિકલ્પ છે હોટ બલૂનના માધ્યમથી પ્રવાસીઓ આકાશમાં ઊંચી ઉડાન પણ ભરી શકે છે અહીંથી રણપ્રદેશના વિહંગમય નજારાને જોવાનો અનોખો લ્હાવો છે પ્રકૃતિના સાનિધ્યમાં રહીને અહીં ટૂરિસ્ટને એડવેન્ચરની પણ મજા માણવા મળે છે અહીં ગોલ્ફ કોર્ટ, ATVની સવારી, પેરાસૈલિંગ અને રોક ક્લાઈમ્બિંગનો પણ આનંદ માણી શકે છે દિવસભરનો થાક ઉતારવા માટે અહીં સ્પા અને મસાજની મજા પણ માણી શકાય છે જે લોકો શાંતિ અને સુકૂનની પળો વિતાવવા માગતા હોય તે અહીં આયોજિત ધ્યાન અને યોગના સેશનમાં ભાગ લઈ શકે છે રિફ્રેશમેન્ટ માટે પણ અહીં ધ બેસ્ટ ફેસિલિટી છેબ્રેકફાસ્ટ, લંચ, હાઈ-ટીથી માંડી ડિનરમાં વેરાઈટીની ભરમાર છે કચ્છી જ નહીં અન્ય ફૂડ પણ મહેમાનોને આંગળા ચાંટતા કરી દે છેએમાંય દરરોજ રાત્રે અહીં યોજાતો કેમ્પ ફાયર પ્રવાસીઓને રોમાંચિત કરી દે છે વૈવિધ્યસભર પ્રકૃતિનો ખરો આનંદ માણવો હોય તો ટેન્ટ સિટીમાં રાતવાસો કરવો બેસ્ટ છે રણઉત્સવ દરમિયાન ટૂરિસ્ટને ખરીદી કરવા માટેનો અવસર પણ મળી રહે છે આસપાસના ગામડાંઓથી સ્થાનિક કારીગરો પાસેથી હસ્તકળાની અને ભરતગૂંથણની બેનમૂન વસ્તુઓ ખરીદી શકાય છેએમાંય વળી આ વખતના રણ ઉત્સવનું સંભારણું એટલેરન કી કહાનીયા રન કી કહાનિયા થકી સહેલાણીઓ ટેન્ટ સિટીથી તેમના અવિસ્મરણીય અનુભવ શેર કરી રહ્યા છે