¡Sorpréndeme!

અમદાવાદમાં દિવ્યાંગનો સ્વાંગ રચી ગઠિયાએ મોબાઈલ ચોર્યો

2019-11-27 787 Dailymotion

અમદાવાદ: શહેરના કાલુપુર વિસ્તારમાં દિવ્યાંગના વેશમાં ભીખ માંગવાનો ડોળ કરી અપંગની ટ્રાઇસિકલનો ઉપયોગ કરી ગઠીયો હેર કટિંગ સલૂનમાંથી રૂ10 હજારનો મોબાઈલ ફોન લઈ ફરાર થઈ ગયો હતો આ અંગેની વિગત એવી છે કે, કાલુપુર સુઈગરાની પોળમાં રહેતા વેપારી હમઝાભાઈ જુસાની સોમવારે દુકાનેથી આવી રાતના સમયે ઘર નજીક આવેલા ખલાસીના ખાંચા પાસે આવેલી મોર્નિગ સ્ટાર નામની સલુનમાં બાલ-દાઢી કરાવવા માટે ગયા હતા તે સમયે દુકાનમાં અન્ય કોઈ ગ્રાહક નહતા દરમિયાન હમઝાભાઈએ તેમનો મોબાઈલફોન સલૂનના ટેબલ પર મુકયો હતો સલુનમાલિક ઐયુબભાઈએ તેમના ચહેરા પર મસાજની ક્રીમ લગાવી હતી અને પાંચ મિનિટ સુકાવા દેવી પડશે તેમ કહી હું સિગારેટ લઈને આવું છુ તેમ કહી બહાર ગયા હતા આ સમય દરમિયાન ક્રીમ લાગેલુ હોઈ હમઝાભાઈએ આંખો બંધ કરી દીધી હતી તેમને દુકાનમાં કોઈ આવ્યુ હોવાનો ભાસ થયો હતો પરંતુ તેમણે આંખો ખોલી જોયુ નહતુ