હાલ ઘણી ખાનગી કંપનીઓ 24 કલાક કામ કરે છે. લક્ષ્યને પહોંચી વળવા માટે પણ ઘણી કંપનીઓ હવે 24 કલાક કામ કરવા માટે આગ્રહ કરી રહી છે. 24 કલાક કામ કરવું એટલે શિફ્ટમાં કામ કરવું. સવારે, સાંજ અને રાત્રીની શિફ્ટમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ કામ કરે છે. મોટાભાગની કચેરીઓમાં આ શિફ્ટ દર અઠવાડિયે બદલાય છે. પરંતુ શું તમે જાણો છો કે દર અઠવાડિયે શિફ્ટમાં થતા ફેરફારો તમારા શરીરને કેવી અસર કરે છે?