બનાસકાંઠાઃ જિલ્લા ના દાંતા તાલુકા મથકે ખેડૂતો પોતાની મગફળી ટેક ના ભાવે ભરાવી રહ્યા છે જોકે ચાલુ વર્ષે સારા વરસાદ ના પગલે મગફળી નો મબલક પાક તૈયાર થયો છે દાંતા માં એક માત્ર સરકરી ગોડાઉન માં ખરીદાતી મગફળી રોજિંદા 70 થી 80 ખેડૂતો ની મગફળી ખરીદાઈ રહી છે તેની સામે 500 જેટલા ખેડતોએ પોતાના માલ ના વેચાણ માટે ઓનલાઇન નોંધણી કરાવી છે જોકે વરસાદ ની સીઝન હાજી માથે હોય તેમ ખેડૂતો કમોસમી વરસાદ ને માવઠાને લઈ ચિંતિત જોવા મળી રહ્યો છે દાંતા તાલુકા માં 500 ખેડૂતો ટેક ના ભાવે ખરીદી માટે એક માત્ર ખરીદ કેન્દ્ર ઉભું કરાયુ છે જેના કારણે ખેડૂતો ને હજી પણ પાકેલો માલ બગડી જાય તેવી ડર સતાવી રહ્યો છે જોકે હાલ માં ખુલ્લા બજાર માં 800 થી 900 રૂપિયા ભાવે મગફળી વેચાઈ રહી છે ત્યારે સરકાર રૂપિયા 1018 ના ભાવે મગફળી ખરીદતા ખેડૂતો માં ખુશી નો માહોલ ચોક્કસ છે પણ દાંતા માં એક માત્ર ખરીદ કેન્દ્ર હોવાથી ભારે મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે ને હાલ માં કમોસમી વરસાદ ની સીઝન હોવાથી જો વરસાદ પડી જાય તો ઘર આગણે પડેલી મગફળી કે ટ્રેકેટર માં ભરેલી મગફળી બગડી જાય તો મોહ માં આવેલો કોળિયો પણ ઝુંટવાઈ જાયે તેવો ડર ખેડૂતો ને સતાવી રહ્યો છે જેથી વધુ એક ખરીદ કેન્દ્ર ની માંગ કરી રહ્યા છે