¡Sorpréndeme!

રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું-70 વર્ષમાં બંધારણની ઉપલબ્ધિ માટે નાગરિકો પ્રશંસાને પાત્ર

2019-11-26 532 Dailymotion

બંધારણ દિવસે મંગળવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ સંસદના સંયુક્ત સત્રને સંબોધ્યું હતું પીએમ મોદીએ કહ્યું કે, આ ઐતિહાસીક અવસર છે 70 વર્ષ પહેલા અમે વિધિવત રૂપથી બંધારણનો અંગીકાર કર્યો હતો 26 નવેમ્બર સાથે સાથે દુઃખ પણ પહોંચાડે છે, જ્યારે ભારતની મહાન ઉચ્ચ પરંપરાઓ, સંસ્કૃતિ વિરાસતને મુંબઈમાં આતંકવાદીઓએ છંછેડવાનો પ્રયાસ કર્યો હતો આજે હું એ તમામ લોકોને દિલથી વંદન કરું છું 7 દાયકા પહેલા બંધારણ અંગે આ હોલમાં ચર્ચા થઈ હતી સપનાઓ પર ચર્ચા થઈ હતી, આશાઓ પર ચર્ચા થઈ હતી સંવિધાનની મજબૂતીના કારણે જ એક ભારત-શ્રેષ્ઠ ભારત બનાવી શક્યા છીએ