અમદાવાદઃશહેરની કેટલીક રેસ્ટોરન્ટના ભોજન અને ઓનલાઈન મગાવવામાં આવતા ફૂ઼ડ કે નાસ્તામાંથી જીવડાં મળી આવવાની ઘટનાઓ વધી રહી છે ઓઢવ રિંગ રોડ પર આવેલી હોટલ TGV(ધ ગ્રાન્ડ વિનાયક)માં બિરયાનીમાંથી વંદો મળી આવ્યો છે આ બાબતે પંકજ મકવાણા નામના ગ્રાહકે સોશિયલ મીડિયામાં ફોટો અને વીડિયો પોસ્ટ કર્યા હતા