¡Sorpréndeme!

સુરતમાં પાંડેસરા પોલીસે અરજીમાં 29 કલાક યુવકને ગોંધીને ફટકાર્યો, સિવિલમાં દાખલ

2019-11-25 540 Dailymotion

સુરતઃ પાંડેસરા પોલીસે એક જાણવા જોગ અરજીમાં 29 કલાક સુધી યુવકને ગોંધી રાખી ફટકાર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે 151ની કલમ બાદ રવિવારે સાંજે જામીન પર છૂટેલા યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં આજે વહેલી સવારે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે જ્યાં તેની માતાએ પોલીસ પર ગેરકાયદે ગોંધી દીકરાને માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપો કર્યા છે પાંડેસરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ પંચાલે જણાવ્યું હતું કે, સામ સામે મારામારીની ઘટનામાં યુવકને પોલીસ સ્ટેશન લવાયો હતો અને બે ધોકા મરાયા હોય એમ કહીં શકાય