¡Sorpréndeme!

પાવાગઢ સાતકમાન પાસે દરવાજાના ખોદકામ વખતે 1525 વર્ષ જૂના પૌરાણિક સ્થાપત્ય મળ્યા

2019-11-25 4,508 Dailymotion

વડોદરાઃ પાવાગઢમાં રાજવી સમયના 124 જેટલા હિન્દુ-મુસ્લિમ પૌરાણિક સ્થાપત્યને લઈ પાવાગઢનો વર્લ્ડ હેરિટીઝ સાઈટમાં સમાવેશ થયો છે જેમાં 39 મોન્યુમેન્ટની જાનવણી પુરાતત્વ વિભાગ સંભાળે છે પાવાગઢમાં અનેક વખત ખોદકામ દરમિયાન પૌરાણિક સ્થાપત્યના અવશેષ મળી આવ્યા છે પાવાગઢથી માંચી તરફ જતા સાતકમાન સ્થાપત્ય પાસે દટાયેલી હાલતમાં દરવાજો મળી આવ્યો હતો ત્યારબાદ પુરાતત્વ વિભાગ દ્વારા પાંચ ફૂટના ખોદકામ દરમિયાન રવિવારે સવારે દરવાજાની બંને બાજુ રસ્તા જતા હોય તેવું એક ભોયરું મળી આવ્યું હતું જેમાં અનેક પ્રકારના ગોખલા મળી આવ્યા છે જેમાંના એક ગોખલામાં દેવગીરી લિપિમાં લખાયેલી એક શિલા મળી આવી છે જેમાં ઇસ 1525નો ઉલ્લેખ કરાયેલો છે શિલા પર શું લખાયું છે તે જાણવા એસપર્ટની મદદ લેવામાં આવશે પુરાતત્ત્વ વિભાગ દ્વારા જાણવા મળ્યું છે કે હજુ છથી સાત ફૂટ ખોદકામ કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે, બંકરનો રસ્તો ક્યાં સુધી પહોંચે છે તે જાણવા વધુ ખોદકામ હાથ ધરવામાં આવશે