¡Sorpréndeme!

નકલી આયુષ્યમાન કાર્ડ કઢાવી આપવાનું કૌભાંડ ઝડપાયું, કાર્ડ દીઠ 700 રૂપિયા ખંખેરતા

2019-11-24 603 Dailymotion

રાજકોટ: આજે સવારે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડનો કેમ્પ વણિક સમાજના નામથી યોજી લાભાર્થીઓ પાસેથી કાર્ડ દીઠ રૂ 700ના ઉઘરાણા કરવાનું કૌભાંડ મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય સમિતિના ચેરમેન જયમીન ઠાકરે ઝડપી લીધું હતુંઆ અંગે ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે તેઓને રૂ700માં ગેરકાયદે આયુષ્યમાન કાર્ડ કાઢવાનું કૌભાંડ ચાલતું હોવાની બાતમી મળતાં આજે સવારે સદરમાં આવેલ લાલ બહાદુર કન્યા શાળામાં યોજાયેલા આયુષ્યમાન કાર્ડના કેમ્પમાં કલેક્ટર ત્થા જિલ્લા પંચાયતના અધિકારીઓને સાથે રાખીને દરોડો પાડતા સ્થળ ઉપરથી 4 આયુષ્યમાન કાર્ડના રૂ 3000 લેતા કેમ્પના આયોજકોને રંગેહાથ ઝડપી લીધા હતા