¡Sorpréndeme!

આખલાને બચાવવા જતાં જ મિની બસનો ગમખ્વાર અકસ્માત, 12થી વધુ લોકોના મોત

2019-11-23 2,219 Dailymotion

રાજસ્થાનના નાગૌર જિલ્લામાં આવેલાકુચામણ પાસે શનિવારે વહેલી સવારે ત્રણ વાગે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો મિની બસની સામે આવેલા આખલાનેબચાવવા જતાં જ તે ધડાકાભેર ઝાડ સાથે અથડાઈ હતી આ અકસ્માત એટલો ભયંકર હતો કે તેમાં સવાર 11 લોકોનાં તો ઉંઘમાં જ મોત થયા હતા તો 10થી વધુ લોકોને ઇજાપહોંચી હોવાના અહેવાલ છે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અત્યાર સુધીમાં મૃત્યુઆંક પણ બારે પહોંચી ગયો હતો સંત રામપાલનાસમર્થકો મહારાષ્ટ્રથી હરિયાણાના હિસાર જઈ રહ્યા હતા ત્યારે આ એક્સિડન્ટ થયો હતો