¡Sorpréndeme!

સુરત-અમદાવાદના વાહનચાલકોને BRTS બસ પર ભરોસો નથી અને ડર પણ લાગે છે

2019-11-22 2,334 Dailymotion

ચેતન પુરોહિત, અનિરૂદ્ધસિંહ મકવાણા, અમદાવાદ:સુરત, અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસમાં સિટી બસ અને BRTS બસે 6 લોકોનો ભોગ લીધો છે જેમાં સુરતમાં સિટી બસની અડફેટે લેતા ચારના જ્યારે અમદાવાદમાં BRTSની અડફેટે બે સગાભાઈ મોત થયા છે આ અકસ્માતમાં બેજવાબદાર પબ્લિક ટ્રાન્સપોર્ટની બસના ચાલકો અને તંત્ર જવાબદાર હોવાનું સામે આવી રહ્યુ છે, શહેરોમાં બેફામ બની રહેલી BRTS અને સિટી બસ સેવાને પગલે DivyaBhaskarએ રિયાલિટી ચેક કરી સુરત અને અમદાવાદમાં સિટી બસ તથા BRTS બસના ડ્રાઈવર તેમજ વાહનચાલકો સાથે વાતચીત કરી હતી જેમાં વાહન ચાલકોને BRTSથી લાગતા ડરથી લઈ ડ્રાઇવિંગ અંગે સવાલો કરવામાં આવ્યા હતા જેમાં વાહન ચાલકોએ કહ્યું કે, BRTSનો ડર લાગે છે અને ભરોસો પણ નથી